[પાછળ]
આવશો ના આવશો ના

આવશો ના આવશો ના       
       આવશો ના આવશો ના
આંગણે મારે આગ લાગી ભલે   
નીર બુઝાવવા લાવશો ના      
       આવશો ના આવશો ના

ધૂમ ગોટેગોટ ઊડતા છોને     
     ભીતર-બાહિર આવરે જોને
ધૂમ ગોટેગોટ ઊડતા છોને     
     ભીતર-બાહિર આવરે જોને

તોય દયા કોઈ લાવશો ના      
આવશો ના આવશો ના       
       આવશો ના આવશો ના

જીવજતને જાળવ્યા મારા       
મહેલ બગીચા મોટા         
આજ તૂટે ભડભડતી ઝાળે      
           જેમ ફૂટે પરપોટા
તોય દિલાસાવેણ           
તમે કોઈ ક્‌હાવશો ના        
       આવશો ના આવશો ના
આંગણે મારે આગ લાગી ભલે   
નીર બૂઝાવવા લાવશો ના      
       આવશો ના આવશો ના

સંકટની રણભેરીએ         
મારાં ચેતન ઝબકી જાગે       
          ઘન ઘેરાં એ ત્યાગે
તેજ પતાકે  તિમિરના       
ઘન ઘોર મહાદૂર ભાગે       
ઉરને  નિરવ અંતઃપુરે       
         આજ પગરવ લાગે

એકલો મને મૂકજો બધા, સાથ વના
       કોઈ ન થાશો સાથ ફના
શેષ રહે રાખ તેય          
સ્મરણમાં રાખશો ના        
       આવશો ના આવશો ના
આંગણે મારે આગ લાગી ભલે   
નીર બૂઝાવવા લાવશો ના      
       આવશો ના આવશો ના
-પિનાકીન ત્રિવેદી
ક્લીક કરો અને સાંભળો / ડાઉનલોડ કરો
પિનાકીન ત્રિવેદીના જ
સ્વરમાં અને બંગાલી લોકગીતના ઢાળમાં
આ કવિતાની સુંદર રજૂઆત
આવશો ના આવશો ના
[પાછળ]     [ટોચ]