[પાછળ] 
પેલાં પંખીને જોઈ મને થાય
પેલાં પંખીને જોઈ મને થાય
એના જેવી જો પાંખ મળી જાય
તો આભલે ઊડ્યા કરું, બસ ઊડ્યા કરું.

ઘડીયાળમાં દસ વાગે, ટન....ટન....ટન....ટન....
બા મને ખોળવા લાગે 
બચુ ક્યાં? બચુ ક્યાં? બચુ ક્યાં?
હું તો આભલે ઊડ્યા કરું
પેલા ડુંગરાની ટોચે મારી પાંખ જઈ પહોંચે

બા ઢીંગલી જેવાં! બાપુ ઢીંગલા જેવા!
નાનાં, નાનાં, નાનાં, નાનાં, જોઉં હું તો છાનામાના
આભલે ઊડ્યાં કરું

પેલાં પંખીને જોઈ મને થાય
એના જેવી જો પાંખ મળી જાય
તો આભલે ઊડ્યા કરું, બસ ઊડ્યા કરું.

-પિનાકીન ત્રિવેદી
ક્લીક કરો અને સાંભળો / ડાઉનલોડ કરો
પિનાકીન ત્રિવેદીના જ સ્વરમાં અને સ્વરાંકનમાં
આ કવિતાની મજેદાર રજૂઆત
પેલાં પંખીને જોઈ મને થાય
 [પાછળ]     [ટોચ]