[પાછળ]
સત્ય અને ભ્રમણા

કોણ પડે ઝઘડાની વચ્ચે? સત્ય અને ભ્રમણાની વચ્ચે
સાચું પણ દેખાશે તમને, શંકા ને અફવાની વચ્ચે
કંકર ને શંકર છે એક જ, ફર્ક પડે શ્રદ્ધાની વચ્ચે
પોતાને ભીતર શોધું ત્યાં,  દેખાયો રસ્તાની વચ્ચે
બહુ મોટું અંતર છે, વ્હાલા, કરશું ને કરવાની વચ્ચે

-પ્રશાંત સોમાણી
(લોકપ્રિય બ્લોગ ‘લયસ્તરો’ પરથી સાભાર)
[પાછળ]     [ટોચ]