[પાછળ]
હાં રે હરિ વસે

હાં રે હરિ વસે હરિના જનમાં હાં રે તમે શું કરશો જઈ વનમાં ભેખ ધરીને તમે શીદ ભટકો છો? પ્રભુ નથી વન કે અરણ્યમાં તમે કાશી જાઓ ગંગાજી નાઓ પ્રભુ નથી પાણી કે પવનમાં જોગ કરો ને ભલે જગન કરાવો પ્રભુ નથી હોમ હવનમાં બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર હરિ વસે છે હરિજનમાં

-મીરાંબાઈ ક્લીક કરો અને સાંભળો હંસા દવેના મધુર સ્વરમાં આ અનોખી કવિતાઃ

[આ ઓડિયો ક્લીપ પૂરી પાડવા બદલ સાવરકુંડલાના પ્રાધ્યાપક ડૉ. દિલીપ ભટ્ટનો ઘણો આભાર.]

[પાછળ]     [ટોચ]