[પાછળ]
વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી

કીકી કરું બે નભતારલીની ને મીટમાં માપું દિગંતરાલને, માયા વીંધીને જળવાદળીની અખંડ દેખું પળમાં ત્રિકાલને. સન્ધ્યા-ઉષાની સજી પાંખજોડલી યાત્રી બનું ઊર્ધ્વમુખી અનંતનો; સ્વર્ગંગમાં ઝુકવું ચંદ્રહોડલી, સંગી બનું વા ધૂમકેતુ-પંથનો. વ્યક્તિત્વનાં બંધન તોડીફોડી, વિશ્વાન્તરે પ્રાણપરાગ પાથરું; પાંખો પ્રકાશે-તિમિરે ઝબોળી સ્થળે સ્થળે અંતરપ્રેમ છાવરું. વ્યક્તિ મટી બનું વિશ્વમાનવી; માથે ધરું ધૂળ વસુન્ધરાની.

-ઉમાશંકર જોશી

[પાછળ]     [ટોચ]