ગુરુ ને ગોરખની હરીફાઈ ગુરુ ને ગોરખની હરીફાઈ બેમાંથી કોઈ ન ગાંજ્યો જાય નર નારાયણ વઢવા બેઠા સરખેસરખી જોડ બે વાદીગર ખેલે જાદુ સામાસામી હોડ ખેલે ચેલો ને ગુરુદેવ ગોરખ માનવ ને ગુરુ દેવ ગુરુ રચે છે વનરાવનના વેલા ઝાડ પહાડ ગોરખ હાથે ફરશુ કાપે તે ઘન જંગલ ઝાડ જંગલમાં પણ મંગલ થાય એ ગોરખનો જય જય ગાય ગુરુ કહે જો દરિયો મારો એના જડે ન ઘાટ ગોરખ બેસી જલનૈયામાં તરતો સાયર સાત ગોરખ ગણે ન કાંઈ અપાર પામે અગાધનો પણ પાર ગુરુ ઊડીને ગરૂડ જેવો આભ વિશે સંતાય ગોરખ પૂંઠે સમડી જેવો વિમાન પંથે જાય ગોરખ જાણે ખગોળ વેદ વાદળના પડદાના ભેદ ગુરુ રોષથી રૂદ્ર રૂપથી પાડે જલ દુકાળ બાંધત ખોદત ને'ર કૂવા ગોરખ ફોડે પાતાળ રણ રેતીમાં રેલત નીર ગોરખ નગર વસાવે તીર ગુરુ રચે રાક્ષસની માયા છાયે ઘન અંધકાર ગોરખ દાબે ચાંપ ઘરેઘર અજવાળાની ધાર ગોરખ કરે રાતને પ્રાત સૂરજ વીજળીનો છે હાથ ગુરુ કહે તું હ્યાં બેસીને દુનિયાભરમાં બોલ ગોરખ આકાશી વાણીથી કરે બધે કલ્લોલ ગોરખ ઘડે વાયુનું યંત્ર વાયુનું ઘર ઘર વાજિંત્ર ગુરુ મોકલે જમરાજાને જા જઈને માર ગોરખ ખોલે કુદરત કેરા જડીબુટ્ટી ભંડાર ગોરખ ભરે મૃત્યુ શું બાથ છે મૃત્યુંજય માત્રા હાથ ગુરુ કહે હું હાર્યો બાપા! તું મુજથી બળવાન તારો જય એ મારો જય છે માન તારું મમ માન ગોરખ વંદે ગુરુને પાય ને જય ગુરુ કૃપાનો ગાય -પ્રભુદાસ ભીખાભાઈ પટેલ
|