[પાછળ]
કઈ તરકીબથી

કઈ  તરકીબથી પથ્થરની  કેદ તોડી છે?
કૂંપળની પાસે શું કુમળી કોઈ હથોડી છે?

તમારે  સાંજને  સામે  કિનારે  જાવું  હો,
તો  વાતચીતની  હલ્લેસાં-સભર હોડી છે.

સમસ્ત સૃષ્ટિ  રજત  બન્યાનો  દાવો છે,
હું નથી માનતો;  આ ચંદ્ર તો ગપોડી છે!

ગઝલ કે ગીતને  એ વારાફરતી પહેરે છે:
કવિની પાસે શું વસ્ત્રોની  બે જ જોડી છે?
-ઉદ્દયન ઠક્કર
ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]