[પાછળ] |
અમે ભીંત ફાડીને ઊગી જવાના અમે રાખમાંથીયે બેઠા થવાના, જલાવો તમે તોયે જીવી જવાના. ભલે જળ ન સીંચો તમે તે છતાંયે, અમે ભીંત ફાડીને ઊગી જવાના. ધખો તમતમારે ભલે સૂર્ય માફક, સમંદર ભર્યો છે, ન ખૂટી જવાના. ચલો હાથ સોંપો, ડરો ન લગીરે, તરી પણ જવાના ને તારી જવાના. અમે જાળ માફક ગગન આખું ઝાલ્યું, અમે પંખી એકે ન ચૂકી જવાના! -હર્ષ બ્રહ્મભટ્ટ ક્લીક કરો અને સાંભળોઃ Ame_Bhint_Fadi_Ne-Hema&Ashit_Desai- Harsh_Brahmbhatt.mp3 |
[પાછળ] [ટોચ] |