[પાછળ]
દરિયાને મન એમ કે

દરિયાને મન એમ કે થઈને રસ્તો ખૂબ જ દોડું,
રસ્તાને મન એમ થાય કે વાદળ થઈને થોભું;
એમાં ફૂલ હસે છે ઠાલું.

શ્રાવણને મન એમ કે આળસ ગ્રીષ્મબપોરે મરડું,
સૂરજ અમથો એમ વિચારે શ્રાવણ થઈને વરસું;
એમાં ઝાકળ મલકે મીઠું.

કૂંપળને ભમરો થઈ  કોઈ ભેદ થયું  ઉકેલું,
ભમરાને મધુબિન્દુ થવાનું એક જ લાગ્યું ઘેલું;
એમાં ડાળ મરકતી લીલું.

આભ વિચારે પ્હાડ થઈને ઘડીક ઘડી વિસામું,
પર્વતને સૌ ગાંઠ ઉકેલી આભ મહીં વિહરવું;
નિર્ઝર સ્મિત કરે ખળખળતું.

-મહેશ શાહ
[પાછળ]     [ટોચ]