[પાછળ] |
પ્રથમ કરો ખુદને સાબિત તમે તર્કને ખૂબ તાણી શકો છો, છતાં ક્યાં રહસ્યોને જાણી શકો છો? તમે દર્પણેથી જરા બહાર નીકળી, કદી અન્યનું કંઈ વખાણી શકો છો? તમે રોજ ઊઠી કશે ન જવાને, ખરા છો કે ઘોડો પલાણી શકો છો! તમે ધ્યાન રાખો છો વહેતી પળોનું, પળેપળને વહેતી શું માણી શકો છો? તમે સૌ પ્રથમ તો કરો ખુદને સાબિત, પછી જે ગમે તે પ્રમાણી શકો છો. -ડૉ. મનોજ એલ. જોશી ‘મન’ (કાવ્યપાઠ ‘લયસ્તરો.કોમ’ પરથી સાભાર) |
[પાછળ] [ટોચ] |