[પાછળ] |
આજે સવારે બેઠી નિશાળ આજે સવારે બેઠી નિશાળ, પવન ઘૂંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ. હારબંધ આ કબૂતર ગોખે ગઈકાલનો આ પાઠ ઝરોખે; સવારનો આ ચંદ્ર રાંકડો - ધ્રૂજતે હાથે લખે આંકડો! સૂર્યકિરણની દોરી રેખા કોણ, કહોને, માંડે લેખાં? આજ સવારે બેઠી નિશાળ, પવન ઘૂંટાવે અક્ષર ઝાલી મધુમાલતીની ડાળ. -સુરેશ હ. જોષી |
[પાછળ] [ટોચ] |