[પાછળ]
ચલો વાંસળી વૃંદાવન

ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે;
ત્યજી  વાંસવન નીરવ  વસીએ  મુરલીધરને હોઠે.

અંગુલિસ્પર્શ તણી  આરતમાં  ઝુરી રહ્યાં  છે છેદ,
સુગંધભીની  ફૂંક  શ્યામની  કરવી  નિજમાં  કેદ.

શ્વાસ કૃષ્ણનો અડે  તો પ્રગટે  દીવા બત્રીસ કોઠે;
ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે.

આનાથી  તો  ભલો  વાંસના  વનમાં  લાગે  દવ,
ગોપી ઘેલી  થાય નહિ તો  બળ્યો  બંસીનો ભવ!

યમુનામાં  વહી  જાય રાખ  ને  સૂર ઉઠે પરપોટે;
ચલો વાંસળી, વૃંદાવન, અવ ગોકુળમાં નહિ ગોઠે.
-ભગવતીકુમાર શર્મા
ક્લીક કરો અને સાંભળો હંસા દવેના કંઠે
પુરુષોત્તમ ઉપાધ્યાયનું બેનમુન સર્જનઃ

ઓડિયો સૌજન્યઃ પ્રા. ડૉ. દિલીપ ભટ્ટ, સાવરકુંડલા
[પાછળ]     [ટોચ]