[પાછળ]
દીવડીયાની જ્યોત મારા દીવડીયાની જ્યોત, મારા દીવડીયાની જ્યોત દિલમાં સ્થાપન કરજે મા, મારી આશા આછું પોત મારા દુઃખડા હરજે મા મારા દીવડીયાની જ્યોત, મારા દીવડીયાની જ્યોત પથ્થર એટલાં દેવ ગણ્યાં મેં શ્રદ્ધા ભક્તિ પાઠ ભણ્યાં મેં અંતર ઓતપ્રોત, મારો હાથ ધરજે મા મારા દીવડીયાની જ્યોત, મારા દીવડીયાની જ્યોત ચંદ્ર સૂરજ ઊગે છે દહાડી માઝમ રાત મને છે માડી મારા સુખ સૂરજની ગોત આજે પૂરી કરજે મા મારા દીવડીયાની જ્યોત, મારા દીવડીયાની જ્યોત (નાટકઃ વડીલોના વાંકે, ૧૯૩૮)

-પ્રભુલાલ દ્વિવેદી ક્લીક કરો અને સાંભળો ઉષા મંગેશકરના સ્વરમાં એક જમાનાજૂના લોકપ્રિય નાટકના લોકપ્રિય ગીતની પુનઃ રજૂઆત (શ્રી વિનયકાન્ત પ્રભુલાલ દ્વિવેદીને ખૂબ ખૂબ ધન્યવાદ)

[પાછળ]     [ટોચ]