[પાછળ]
તમે ટહુક્યા ને આભ મને ઓછું પડ્યું

તમે ટહુક્યાં ને આભ મને ઓછું પડ્યું. ટહુકારે એક એક ફૂટી પાંખો ને હવે આખું ગગન મારું ઝોલે ચડ્યું. લીલી તે કુંજમાંથી આવ્યા બે બોલ જેમ ઊજળી કો સારસની જોડ, પાંખનો હેલાર લઇ પાંપણિયે, ઉર મારું વાંસળીને જોડ માંડે હોડ. તરસ્યાં હરણાંની તમે પરખી આરત ગીત છોડ્યું કે કુંજમાંથી ઝરણું દડ્યું. મોરનાં તે પીંછાંમાં વગડાની આંખ લઈ નીરખું નીરખું ન કોઈ ક્યાંય એવી વનરાઈ હવે ફાલી સોનલ ક્યાંય તડકાની લ્હાય નહીં ઝાંય રમતીલી લ્હેરખીને મારગ ન ક્યાંય વન આખું રે લીલેરા બોલે મઢ્યું.

-ભીખુભાઈ કપોડિયા ક્લીક કરો અને સાંભળો ફાલ્ગુની શેઠના સુરીલા સ્વરમાં અજિત શેઠની આ સુંદર સ્વરરચનાઃ (આલ્બમઃ ટહુકે છે લીલીછમ ડાળ, ૨૦૦૦)

[પાછળ]     [ટોચ]