ખોટું બોલશો મા
ખોટું બોલશો મા
ખોટું બોલશો મા, નીતિ છોડશો મા
ચાર શિખામણ માએ દીધી, એમાં પહેલી એ
ખોટું બોલશો મા, નીતિ છોડશો મા
ખોટું બોલશો મા
સચરાચર સર્વત્ર વસે છે, એ સઘળું નીરખે છે
એને ભૂલશો મા, ઝાઝા ફૂલશો મા
ખોટું બોલશો મા
ભૂલ કરો તો ભલે કરો, પણ છૂપાવવા માટે
યુક્તિ ખોળશો મા, ડહાપણ ડોળશો મા
ખોટું બોલશો મા
અવગુણ અથવા વાંક આપણા, બીજાને માથે
કદીયે ઢોળશો મા, નીતિ છોડશો મા
ખોટું બોલશો મા
ખોટું બોલશો મા
(નાટકઃ ‘સંપત્તિ માટે’ ૧૯૪૧)
-પ્રભુલાલ દ્વિવેદી
ક્લીક કરો અને સાંભળો
માસ્ટર કાસમભાઈ મીરના સ્વરાંકનવાળા
આ કાવ્ય-ગીતની ઉત્તરા કેળકરના સ્વરમાં
થયેલી પુનઃ રજૂઆતઃ
[શ્રી વિનયકાન્ત પ્રભુલાલ દ્વિવેદીનો ઘણો ઘણો આભાર]
|