[પાછળ] |
શબ્દ શબ્દ ક્યાં મારો કે તમારો છે? શબ્દ હર કોઈનો દુલારો છે! બુઠ્ઠાં, અણિયારા, રેશમી, બોદાં, શબ્દના કેટલાં પ્રકારો છે? ભાવ છે, અર્થ છે, અલંકારો, શબ્દનો કેટલો ઠઠારો છે! જો જરાક અડકો તો છટપટી ઉઠશે, શબ્દ સંવેદનાનો ભારો છે! -રાહી ઓધારિયા |
[પાછળ] [ટોચ] |