[પાછળ]
ખુશ્બો ચૂપચાપ પ્રસારો

ફૂલને  ફૂલ  સ્વરૂપે  જુઓ,   ગજરો  ન કરો;
ખુશ્બો ચૂપચાપ પ્રસારો, એનો જલસો ન કરો!

પાનખરની ય  અદબ  હોય છે;  જાળવવી પડે,
જો કે વગડો છે, છતાં ચૂપ રહો, ટહૂકો ન કરો!

સાચી  ઓળખનો  વધારે  હશે  સંભવ  એમાં,
છો ને  અંધાર  યથાવત્  રહે,   દીવો  ન કરો!

છે   તમારી  જ   હયાતિનું   એ  બીજું  પાસું,
મોત આવ્યું  તો ભલે,  એનો યે પરદો ન કરો!
-ભગવતીકુમાર શર્મા
 
[પાછળ]     [ટોચ]