[પાછળ] |
હો મુબારક પ્રણય-મસ્તી યૌવન તને હો મુબારક પ્રણય-મસ્તી યૌવન, તને, સૌ શિશુના તરંગોની સૃષ્ટિ બને; જડ મંહી ચેતનાને નિહાળી જવા દૃષ્ટિ સૌની મસીહાની દૃષ્ટિ બને. હર કળી ફૂલ, હર ફૂલમાં બાગ હો, બાગમાં રોજ તાજી બહારો રહે; જેમ ઋતુ આવીને જાય પણ રણ મહીં તપ્ત રેતી તણો નિત પથારો રહે. રાત થઈ જાય પાલવ કોઈ રૂપનો, ભાત રંગીન એની સિતારા બને; આપવા મિલનનો કોલ પ્રિય પાત્રને, સૂર્ય ને ચંદ્ર નાજુક ઈશારા બને. -હરીન્દ્ર દવે |
[પાછળ] [ટોચ] |