[પાછળ]
નજરુંના વહેણ આમ વાળો નજરુંના વહેણ આમ વાળો ધસમસતું પૂર ક્યાંક આડે અટવાઈ જશે રૂડી આ ભોમ મહીં ઢાળો નજરુંના વહેણ આમ વાળો દૂર દૂર દેખાતી લીલી નાઘેર જેમ આવે કને ન કદી માયા ટટળાવી રાન રાન લીરા ઉરાડશે ને પીંખાશે રેશમની કાયા સુધરે ના ભૂલ પછી રોકી લો આગમચ તોફાની તોરનો ચાળો નજરુંના વહેણ આમ વાળો પ્રીતિની પાળ કને ઝંખનાની વાડીમાં શમણાનો નાનો આવાસ ગીત ગીત ફૂલ ફૂલ ઊડે છે રાત દિન સૂર સૂર સૌરભ ચોપાસ વ્હાલપના બોલનું માની આજ તમે આગળ જવાનું અવ ટાળો નજરુંના વહેણ આમ વાળો -સુધીર દેસાઈ ક્લીક કરો અને સાંભળો ફાલ્ગુની શેઠના સ્વરમાં અને અજિત શેઠના સંગીતમાં આ ગીતઃ
[પાછળ]     [ટોચ]