[પાછળ]
હક્કથી વધારે અમારે ન જોઈએ

હક્કથી  વધારે   લેશ  અમારે   ન  જોઈએ,
હક્ક  થાય   તે  આપો,   વધારે  ન જોઈએ.

મઝધારમાં  થયું   તે  થયું   વાત વહી  ગઈ,
તૂફાનનો   અજંપો    કિનારે    ન   જોઈએ.

સ્હેલાઈથી  જે  પાળી શકો  એ  જ  ધર્મ છે,
નિયમ   કોઈ   તલવારની  ધારે  ન  જોઈએ.

‘આઝાદ’ જિંદગીની મજા ઔર છે એ દોસ્ત,
આ   જિંદગી   પરાયે   સહારે  ન  જોઈએ.
-કુતુબ ‘આઝાદ’
ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]