[પાછળ]
તમને મળવાનું મને એવું છે મન

તમને મળવાનું મને એવું છે મન, એવું છે મન તમને મળવાનું મને એવું છે મન, એવું છે મન કે મળવાને એક કરું ધરતી ગગન કે મળવાને એક કરું ધરતી ગગન નેણ ભરી જોઈ લઉં, પાંપણમાં પરોવી લઉં ચરણોને ધોઈ લઉં તારલા થઈને પછી ઝળકે સ્મરણ તમને મળવાનું મને એવું છે મન, એવું છે મન તમને મળવાનું મને એવું છે મન, એવું છે મન કે મળવાને એક કરું ધરતી ગગન કે મળવાને એક કરું ધરતી ગગન પહાડોની પાર તમે, વાદળની ધાર તમે આખો સંસાર તમે કોનું આ નામ લઈ વહેતા ઝરણ મારે કહેવું છે પણ... તમને મળવાનું મને એવું છે મન, એવું છે મન તમને મળવાનું મને એવું છે મન, એવું છે મન કે મળવાને એક કરું ધરતી ગગન કે મળવાને એક કરું ધરતી ગગન

-સુરેશ દલાલ

ક્લીક કરો અને સાંભળો કૌમુદી મુનશીના કંઠે નવીન શાહનું સ્વરાંકનઃ [૧૯૭૮ની સાલની આ દુર્લભ ઓડિયો ક્લીપ આપવા માટે સાવરકુંડલાના પ્રાધ્યાપક ડૉ. દિલીપ ભટ્ટનો ઘણો ઘણો આભાર.]
[પાછળ]     [ટોચ]