[પાછળ]
એક એક કોડિયે કોટિ કોટિ દિવડાઓ થાય મેલો એક કોડિયું રે ભાઈ મેલો એક કોડિયું એક એક કોડિયે રે ભાઈ કોટિ કોટિ દિવડાઓ થાય એક એક કોડિયાના તેજ તણાં ધાગા માહી કોટિ કોટિ દિવડા સંધાય ઘરનાં તે આંગણાને દૂર તણા પંથ આપણ એનાં તે તેજથી છવાય એક એક કોડિયાનાં અજવાળે અજવાળે કોટિ કોટિ ચરણો ચાલ્યા જાય એક એક કોડિયાનાં આલબેલ સાંભળીને લાંબો તે પંથ ટૂંકો થાય એક એક કોડિયું એ સફરીને કાજે સૌએ આશાનું ગીત મીઠું ગાય એક એક કોડિયાથી દરિયો અંધાર કેરો તરી સામે પાર જવાય -પ્રહ્લાદ પારેખ
[પાછળ]     [ટોચ]