રમવા માટે ઘડ્યાં રમકડાં માટીનાં
માટીમાંથી માનવ બનતાં અને માટીમાંથી દેવ બને
માટીની માયા છે એવી જોને નીત નીત નવલાં ખેલ બને
રમવા માટે ઘડ્યાં રમકડાં માટીનાં, માટીનાં
રમત રમે છે એ જ રમકડાં માટીનાં, માટીનાં
માટીમાંથી મંદિર સર્જ્યાં, માટીમાંથી ઘર
માટીમાંથી મનને ગમતાં થાય રૂડાં ઘડતર
ચેતનરૂપે જળે કોડિયાં માટીનાં, માટીનાં
રમવા માટે ઘડ્યાં રમકડાં માટીનાં, માટીનાં
રમવા માટે ઘડ્યાં રમકડાં માટીનાં, માટીનાં
ધરતીના હૈયા પર જૂઓ છે માટીનાં થર
એ માટીનાં થરની ભીતર પારસ ને પથ્થર
મૂલ્ય ના આંકો કોઈ ઓછાં માટીનાં, માટીનાં
રમવા માટે ઘડ્યાં રમકડાં માટીનાં, માટીનાં
રમવા માટે ઘડ્યાં રમકડાં માટીનાં, માટીનાં
રમત રમે છે એ જ રમકડાં માટીનાં, માટીનાં
રમવા માટે ઘડ્યાં રમકડાં માટીનાં, માટીનાં
-મનસ્વી પ્રાંતિજવાળા
ક્લીક કરો અને સાંભળો
૧૯૬૪ના નાટક ‘સૂરજની શાખે’ના આ ગીતની
‘સંભારણા’ કાર્યક્રમમાં થયેલી પુનઃ રજૂઆતઃ
સ્વરઃ આનંદકુમાર સી.
(ખૂબ ખૂબ આભાર શ્રી વિનયકાન્ત પ્રભુલાલ દ્વિવેદીનો)
|