[પાછળ] 
યાદનાં ફોરાં પડે વરસાદમાં

સાવ  એકલતા અડે વરસાદમાં,  યાદનાં ફોરાં પડે વરસાદમાં
યાદ છે તરબોળ ભીંજાયા હતાં બાગના એ બાંકડે  વરસાદમાં

બાળપણમાં  કેટલા મોતી  ગણ્યાં થોકડે  ને  થોકડે વરસાદમાં
મહેંકતી માટી સમો મહેંકી ઊઠે  રોટલો પણ તાવડે વરસાદમાં

ચાંચમાં ટહૂકી લઈ ઝૂમે વિહંગ, નીડ એને ક્યાં જડે વરસાદમાં
ઘર વિચારે,  કોણ આ ગાતું હશે?  છાપરે નેવાં દડે વરસાદમાં
-યામિની ગૌરાંગ વ્યાસ
 [પાછળ]     [ટોચ]