[પાછળ] |
નળ સરોવર : એક શબ્દ-ચિત્ર અકંપ મૌન કોઈનું ક્ષિતિજની પાર વિસ્તર્યું ઊભું ઊભું તિમિરનું ઘાસ સૂર્ય ડૂબતો જૂએ હલેસું હાથ હાલતાં ન શબ્દ કોઈ ઉદ્ભવે ધૂંવાંફૂવાં વિચારનાં ઊડી રહ્યાં છે પક્ષીઓ ચળકતું સૂર્ય-તેજ-બિંબ સ્થિર નીર દર્પણે ગહન અહીં કશું નથી સપાટી એ જ સર્વ છે (તા. ૨-૧૧-૧૯૬૭) -આદિલ મન્સૂરી |
[પાછળ] [ટોચ] |