[પાછળ]
      ના રે ના!

ના રે, ના! પંખી ક્યાં ગાય છે? પંખી તો ઊડતા ભગવાન છે જે પોતાના ટહુકાથી સાક્ષાત થાય છે! આ બાજુ પથ્થરના મંદિરમાં થાય રોજ કાળમીંઢ ધર્મોનાં કાંડ આ બાજુ પંખીઓ બેસતા એ ઝાડવાની એક એક ડાળી બ્રહ્માંડ ના, રે ! પરભાતિયું ક્યાં થાય છે? આવડે તો પીઓ, આ પંખીના કલરવથી રસબસતો તડકો ઢોળાય છે..... -રમેશ પારેખ

[પાછળ]     [ટોચ]