[પાછળ] |
સૌથી ઝાઝું ઝેર ક્યાં છે? (મનહર છંદ) કોઈ કહે અતિ ઝેર વિંછી તણા આંકડામાં કોઈ કહે તેથી ઘણું સરપના તનમાં કોઈ કહે હોય ઝેર હડકાયા કૂતરાંમાં કોઈ કહે હોય ઝેર વેરીના વચનમાં કોઈ કહે ઝેર ઘણું રહે રતનાગરમાં કોઈ કહે ઝેર તણાં ઝાડ ઝેરી વનમાં સુણો રુડા રાજહંસ દાખે દલપતરામ ઝાઝું ઝેર સૌથી ઝેરી માણસના મનમાં -દલપતરામ |
[પાછળ] [ટોચ] |