[પાછળ]
પ્રિયે પાદામ્બુજે

પ્રિયે પાદામ્બુજે હલે ત્હારા ઓજે વિધાતે! ગેબી એ તવ સુતનુ! આછા રસરૂપે સમર્પેલું લેજે જીવન રસખોળે, અનુપમે ઘનવિભવમમાં વિદ્યુત હસેઃ જલધિજલમાં કો નદી લસેઃ ઊંચે વ્યોમાન્તરમાં ઝળહળતી જ્યોતિ ઊંડું વસેઃ સખિ ત્હારી મૂર્તિ હૃદયભવને એમ વિલસે. હતું જે આનન્દે હતું શોકાન્તે હતું જે જે મારું ત્રિવિધ જગતે, રમ્ય રસિકે! સ્વીકારો અર્પેલું પ્રિયતમ! રૂપાળા પ્રીતિપદે. સ્થિર જગતનું યંત્ર બનશે ગહન નભતરંગો ઉપટશે મહા કાલાબ્ધિમાં અતુલ યુગના ઓઘ શમશે સમાધિમાં તારી સખિ! મુજ રસેન્દુ ય તપશે. (ઈન્દુકુમાર અંક-૧, પ્રવેશ-૨)

-મહાકવિ નાનાલાલ
[પાછળ]     [ટોચ]