શી ખોટ? તારે જો બેસવાને જનસમૂહ વિષે એક ખૂણો ય લાધે ગાવા બે ચાર ગીતો ઘડીક પણ મળે તાલ વ્હેતા ઝરાનો સૂવાને ગોદડી જે મહીંથી નિરખવાં ઘૂમતાં વ્યોમ ચક્રો ખાવાને રોટલા બે, જીવન મહીં પછી ખોટ શી ભાઈ તારે કે તું રે ના વહાવે જીવનરસ દુઃખો સૃષ્ટિનાં ફેડવાને? -રામપ્રસાદ મોહનલાલ શુકલ
-રામપ્રસાદ મોહનલાલ શુકલ