[પાછળ]
જે ઊગ્યું તે આથમે

જે ઊગ્યું તે આથમે, ફૂલ્યું તે કરમાય એહ નિયમ અવિનાશનો, જે જાયું તે જાય અરે અબુધ ઓ આદમી! મનમાં શું મલકાય ઘાટ થશે શો ઘડી પછી, જે જાયું તે જાય ધ્રુજવતા ધમધમ ધરા, પડતા જેના પાય એવા નર ઊપડી ગયા, જે જાયું તે જાય ફૂંકે પથ્થર ફાડતા, કઠણ વજ્ર સમ કાય ખાધા કાળે ખપ્પરમાં, જે જાયું તે જાય પરપોટો જેમ પાણીનો, કાચ કળશવત કાય વાર ન લાગે વણસતા, જે જાયું તે જાય તર્યું તેહ બૂડે ખચિત, ભર્યું તે ઠલવાય ના ભરોસો કાલનો, જે જાયું તે જાય મરણ ફરે છે મલપતું, પરઠે જ્યાં તું પાય કરે ન તોય વિચાર કેમ, જે જાયું તે જાય પ્રતિ દિવસ તું પેખી લે, વાયુ મૃત્યુનો વાય બુલાાખી તુજ બળ કેટલું, જે જાયું તે જાય

-બુલાખીદાસ

[પાછળ]     [ટોચ]