[પાછળ]
ઈશ્વર શું છે આ મરજી તારી?

કેમ જતી અવળા માર્ગે સૃષ્ટિ સારી
જોઈ મૂંઝવણ મને  થાતી ભારી
ઈશ્વર શું  છે આ મરજી તારી?
કેમ ન દે તું સૌને બુદ્ધિ સારી!

સ્વાર્થ આ દુનિયામાં કોણે સરજ્યો?
લોભ ને મોહ ક્યાંથી કેમ પ્રગટ્યો?
ઈશ્વર શું  છે આ મરજી તારી?
કેમ ન દે તું સૌને બુદ્ધિ સારી!

જીવ એક કેમ બીજો જીવ ખાતો?
નબળાનો જ ભોગ કેમ લેવાતો?
ઈશ્વર શું  છે આ મરજી તારી?
કેમ ન દે તું સૌને બુદ્ધિ સારી!

હું જ સાચો કેમ એવું બધાંને થાતું?
જીતે બીજા તો મન કેમ થાતું ખાટું?
ઈશ્વર શું  છે આ મરજી તારી?
કેમ ન દે તું સૌને બુદ્ધિ સારી!

-અજ્ઞાત

[પાછળ]     [ટોચ]