[પાછળ] 
ઘૂવડનો જૂનો ચાલ

ઘૂડ કહે ઘણો જૂનો ચોખો છે અમારો ચાલ,                
               દુનિયાને   જૂની   રીત   અમારે   દેખાડવી;
સૃષ્ટિ સરજાયા પહેલે સમે ક્યાં સૂરજ હતો,                
               એ તો  થયો નવો,  નવી  રીત નહિ  પાડવી;
હોય  જાતે  હલકા  તે આધુનિક રીત  રાખે,                
                ઉત્તમ   જાતિએ   નવી   રીતને   નસાડવી;
જુઓ  કેવી  જગતમાં  ઉત્તમ અમારી જાત,                 
                દિવાકર  દેખી  નહિ   આંખ  જ  ઉઘાડવી.

-દલપતરામ
 [પાછળ]     [ટોચ]