[પાછળ]
ખરું કહું તો

દોસ્ત એટલો જ ફરક છે આ અગરબત્તી ને માણસમાં
એક બળીને સુગંધ આપે છે, એક સુગંધ જોઈને બળે છે

ખરું કહું તો એ કંટક નથી, ગુલાબ નથી
જીવન જીવન છે, જીવનનો કશો જવાબ નથી

ખરાબ દૃષ્ટિથી ભાસે છે સારું વિશ્વ ખરાબ
નજર ખરાબ નથી તો, કોઈ ખરાબ નથી.

તમે પીતાં નથી આવડતો, મૂર્ખ મન મારાં
પદાર્થ એવો ક્યો છે કે જે શરાબ નથી?

વિજયપરસ્તને ‘ઘાયલ’ હું કેમ સમજાવું?
કે  કામિયાબ, હકીકતમાં કામિયાબ નથી!

-અમૃત ‘ઘાયલ’
ક્લીક કરો અને સાંભળો
મનહર ઉધાસના સ્વર અને સ્વરાંકનમાં આ ગઝલઃ

[પાછળ]     [ટોચ]