[પાછળ]
પવન

વહેલી  સવારે  બાગમાં  ડોકાય  છે પવન
ખુશ્બુની  રોજ  ચોરી  કરી જાય  છે પવન

ડોલી ઊઠે છે મસ્તીમાં આવી  તમામ બાગ
સાકી  બનીને  જ્યારે  સુરા પાય  છે પવન

બીજી તો  કોઈ  રીતથી  જોઈ  નહીં  શકો
દૃષ્ટિ  વિકાસ  પામે  તો  દેખાય  છે પવન

એ  વાત  જુદી છે  કે  તમે સાંભળ્યા નથી
નહીંતર રસીલાં ગીત સતત ગાય છે પવન
-આદિલ મન્સુરી
[પાછળ]     [ટોચ]