એ તપેલી છે! આગ કરતાંય ભૂખ વસમી છે એટલું શાસ્ત્ર એ ભણેલી છે જેમ ચડ્યું’તું કોઈ સૂળી પર એમ ચૂલા ઉપર ચડેલી છે ઠારવાની છે આગ કોઈની એ જ કારણથી એ તપેલી છે ઠામ ઘસનાર બાઈની સાથે રોજ છાનું છૂપું રડેલી છે એને ખુદની દિશા જડેલી છે એ પરત કાંઠેથી વળેલી છે -સ્નેહી પરમાર
-સ્નેહી પરમાર