[પાછળ] |
પ્રભુ જ પ્રભુને પિછાણે અગમ, અકળ, અપાર પ્રભુજી એક છે, આદિ નહિ છે, નહિ છે એનો અંત જો. સ્વરૂપમાં પણ નિર્ગુણ ને સગુણ છે, અવતારો વળી અગણિત ને અનંત જો. મન, બુદ્ધિ ને વાણી નહિ પહોંચી શકે, ચતુરની પણ બુદ્ધિ પડતી મંદ જો. ‘પુનિત’ પ્રભુને પિછાણે પોતે જ એ, થોડે અંશે સમજે એના સંત જો. -પુનિત મહારાજ |
[પાછળ] [ટોચ] |