માતા વિના સુનો સંસાર માતા વિના સુનો સંસાર માતા વિના તે શો અવતાર જે બાળકની માતા ગઈ મરી બાપની સાથે સગાઈ ઉતરી જેવું આથમતા રવિનું તેજ મા વિના એવું બાપનું હેત સુરભિ મરતાં જેવું વચ્છ જળ વિણ જેવું તડપે મચ્છ ટોળાં વછોઈ જેવી મૃગલી મા વિના દીકરી એકલી લવણ વિના જેવું ફીક્કું અન્ન ભાવ વિના જેવું ભોજન કીકી વિના જેવું લોચન મા વિના એવું બાપનું મન ઘડો ફૂટે રઝળે ઠીકરી મા વિના એવી દીકરી ગોળ વિના મોળો કંસાર માતા વિના સુનો સંસાર
|