[પાછળ]
મોસાળ પધારો રે

મોસાળ પધારો રે
મોસાળ પધારો
મોસાળ પધારો બાલુડાં રે
મારા લાડકવાયા બે બાળ
નમાયા થઈને વર્તજો
સહેજો મામીની ગાળ

હૃદયે ચાંપે રે રાણી હૃદયે ચાંપે
હૃદયે ચાંપે પેટને રે
મળીએ તો પ્રભુનો પાડ
થયાં માતવિહોણાં રે
થયાં માતવિહોણા
માતવિહોણાં થયાં દામણાં રે
નહિ કો રુડો સાથ

રુએ રાણી હૃદય ફાટે રે
કોણ માથે ફેરવશે હાથ
ચુંબન કરતી માવડી રે
ફરી ફરી મુખ જોય
હૈયા થકી નવ ઉતરે રે
એમ કહી દમયંતી રોઈ.
-પ્રેમાનંદ
[પાછળ]     [ટોચ]