વિદેશગમન વિદેશમાં વિચર્યા વિના પેટ ન પૂર્ણ ભરાય પશુઓ પણ પરભાતથી જંગલ ચરવા જાય વિદેશમાં વિચર્યા વિના મળે ન મોટું માન સમુદ્રમાં વખણાત શું છીપ તણા સંતાન? સુખે વિદેશ સંચરો કરો ભલેરાં કામ પ્રેમ ધરી વિધિ પાળતાં નિર્મળ કરવું નામ જો ધનની ઈચ્છા ધરો તો ખરું માની ખચીત મહાસમુદ્ર મંથન કરો એ જ અનાદિ રીત પ્રયાણ કરી પરદેશમાં પરવરી લાંબે પંથ કોટિ કળા કૌશલ્યના ગુણીજન લાવો ગ્રંથ -દલપતરામ
|