[પાછળ]
અદ્ભુત મિત્રભાવ
કેમ અને ક્યારે મળ્યું મન તારું મારી સાથ?
દિલ સાથે દિલ મળ્યું, હાથ સાથે મળ્યો હાથ!

બેના એક ક્યારે અને કેમ બન્યા નેક મિત્ર?
બેના એક થયા પહેલા એકના બે થયાતા શું?

એકના બે કરી  બતાવે  જગદ તાત  તું
હા, કશું અશક્ય નથી  સર્વશક્તિમાન તને

તારામાં સમાવા પહેલા  મારામાં સમાયો તું
કોથી કથાય એવો  દૈવી એકતા સ્વભાવ

શાંતિ શીખવી તું  નિવૃત્તિએ મન શુદ્ધ કરે
એ તારા અપાર ઉપકાર નિત્ય ગાઉં છું

મિત્રનું ચરિત્રચિત્ર અલ્પ આ ઉતારી અત્ર
એકત્ર સંગથી તુજ બની પવિત્ર થાઉં છું

ના,ના, એ ભાટાઈથી સુગાઈ કાં ભરાઈ જાય
તારામાં શમ્યો હું, તો તું પોતે પણ હું જ છું
-બહેરામજી મલબારી
[પાછળ]     [ટોચ]