[પાછળ]
વ્હાલાંની વસમી વિદાય
(રાગ ધનાશ્રી)

વસમી એક વિદાય
વ્હાલાંની વસમી એક વિદાય

પ્રેમ અને પરિચય વધતાં તો
વિરહ સહી ના શકાય
વ્હાલાંની વસમી એક વિદાય

ઊભરાતાં ઉપકારો ઉછળે
ભીના હૈયાં ભરાય
વ્હાલાંની વસમી એક વિદાય

મનમાન્યાં વ્હાલાંની વ્હાલપ
પળ પણ ન વિસરાય
વ્હાલાંની વસમી એક વિદાય

ઓછાં ને અધુરાં કંઈ ભાવે
સ્વજન કર્યાં શું થાય!
વ્હાલાંની વસમી એક વિદાય

દિલના દેવ સમાં વ્હાલાંને
આંસુ અર્પી રહેવાય
વ્હાલાંની વસમી એક વિદાય
-લલિત
[પાછળ]     [ટોચ]