[પાછળ]
એવું કૈં કરીએ કે

એવું કૈં કરીએ  કે આપણ એક બીજાને ગમીએ! 
હાથ  હાથમાં આપી  સાથે  હૈયું  પણ સેરવીએ,

ભૂલચૂકને   ભાતીગળ    રંગોળીમાં   ફેરવીએ!
શા  માટે રઢિયાળી રાતે એકલ એકલ ભમીએ?

દાઝ ચડે એવી કે આપણ એ બ્હાને પણ મળીએ
ગોફણમાં  ચાંદો  ઘાલી   હું   ફેકું  તારે  ફળીયે

સામેસામી તાલી દઈ દઈ રસબસ રાસે રમીએ!
એવું કૈં કરીએ  કે આપણ એક બીજાને ગમીએ!
-રમેશ પારેખ

ક્લીક કરો અને સાંભળો
આ સુંદર કવિતા એટલા જ સુંદર સંગીત ને સ્વરની સાથેઃ

[પાછળ]     [ટોચ]