[પાછળ] |
કામ કરે ઈ જીતે, રે માલમ કામ કરે ઈ જીતે રે, માલમ! કામ કરે ઈ જીતે આવડો મોટો મલક આપણો બદલે બીજી કઈ રીતે રે. ખેતર ખેડીને કરો સીમ સોહામણી! બાંધો નદીયુંનાં નીર; માગે છે દેશ આજ મહેનત મજિયારી, હૈયાનાં માગે ખમીર. હાલો રે ખેતરે ને હાલો રે વાડીએ, વેળા અમોલી આ વીતે; આજે બુલંદ સૂરે માનવીની મહેનતના ગાઓ જયજયકાર પ્રીતે. -નાથાલાલ દવે |
[પાછળ] [ટોચ] |