[પાછળ] 
શબ્દ જો એને સમાવે તો કહું

લો કરું કોશિશ ને ફાવે તો કહું, શબ્દ જો એને સમાવે તો કહું!
આપની નજરો જે ફરમાવી રહી, એ ગઝલ જો યાદ આવે તો કહું!
શાંત જળમાં એક પણ લહરી નથી, કોઇ થોડું ખળભળાવે તો કહું!
હું કદી ઊંચા સ્વરે બોલું નહીં, એકદમ નજદીક આવે તો કહું!
કોઇને કહેવું નથી, એવું નથી, સહેજ તૈયારી બતાવે તો કહું!
-રાજેન્દ્ર શુક્લ

ક્લીક કરો અને સાંભળો જેટલી સુંદર ગઝલ
એટલી જ સુંદર સુધીર ઠાકરની રજૂઆતઃ

 [પાછળ]     [ટોચ]