[પાછળ]
માનવીના હૈયાને નંદવામાં

માનવીનાં હૈયાને નંદવામાં વાર શી માનવીના હૈયાને અધ બોલ્યા બોલડે થોડે અબોલડે પોચા શા હૈયાને પીંજવામાં વાર શી માનવીનાં હૈયાને નંદવામાં વાર શી માનવીના હૈયાને સ્મિતની જ્યાં વીજળી જરી શી ફરી વળી એના એ હૈયાને રંજવામાં વાર શી એવા તે હૈયાને નંદવામાં વાર શી માનવીનાં હૈયાને નંદવામાં વાર શી માનવીના હૈયાને

-ઉમાશંકર જોશી ક્લીક કરો અને સાંભળોઃ

[પાછળ]     [ટોચ]