[પાછળ]

માહરો પંડ ખંડ ખંડ

ગર્વ મુજ રિદ્ધિનો ગર્વ મુજ બુદ્ધિનો બાહુની અમિત મુજ શક્તિનો કોણ ઉદ્દંડ સન્મુખ ઊભું આમ રે હઠ ભવાં તું ચઢાવે શઠ એક બસ મુષ્ટિને ઘાત આળોટશે ધૂળની સાથ રે એક બસ લાત જોજન કૈં પૂગશે ભગ્ન તવ ગાત જ્યાં ઘાવ કર્યો મોરના પિચ્છ જાણે ખર્યાં ભૂમિ પર ઢગ નર્યો પલક લઈ નેત્ર પાછા ખૂલે શૂન્ય સન્મુખ ધરાશાયી તે એજ એ રૂપ ઉદ્દંડ... રે ભગ્ન દર્પણ મહીં મેં લહ્યો માહરો પંડ ખંડ... ખંડ
-રાજેન્દ્ર શાહ
[પાછળ]     [ટોચ]