[પાછળ] |
ચિત્ર આલેખન ચિત્ર આલેખન તવ ચિંતવતાં સ્મરણની પણછ ચડી ધનુષે અંગુલિ વડે જ્યાં પીંછી પકડી શરસંધાન થયું પણછે ચિત્રકર્મ આરંભ્યું ત્યાં તો ધનુષ્ય વિછૂટ્યાં શરે વીંધી ભીંત અઢેલી રહી હજીએ સ્વયં અનેરું ચિત્ર બની -હરિવલ્લભ ભાયાણી (એક પ્રાકૃત કાવ્યનો ભાવાનુવાદ) |
[પાછળ] [ટોચ] |