[પાછળ]


‘ળ’ કહે –

ભાષાશાસ્ત્રી તમે મને અવગણ્યો તો યે મેં સહ્યું શાંતિથી દીધું અક્ષરમાળ પૂરી થઈ ત્યાં છેલ્લે હીણું સ્થાન ને ના કો વાક્યમહીં ન શબ્દમહીં યે આરંભસ્થાને મૂક્યો એ અન્યાય હજી ન હોય પૂરતો તેવી રીતે તો મને ધક્કેલી દઈ દૂર કેમ મૂકતા સ્થાને ‘ળ’ને શેં ‘લ’ને? મારે ના ફરિયાદ કોઈ કરવી છે પૂછવું ફક્ત આ કે ‘કાળ’ ‘પીળું’ અને ‘કાળા’ ‘વાળ’ મહીં જરી મૂકી જુઓ મારી જગ્યાએ ‘લ’ને!! (ક્ષેપક) ‘ઢાળ’ ને ‘ગાળ’ માં શું કદી યે સ્થાન ‘ળ’નું ‘લ’ લઈ શકે? જાઓ ‘મેળામાં’ ને કહી તો જુઓ ગયા'તા અમે ‘મેલામાં’! * * *

કડવી બદામ તારી આ સૃષ્ટિ કેરું જગતપતિ કહે આંકવું કેમ દામ? રંગો ને રૂપ જોઈ મીઠી ધારેલ તે તો કડવી જ નીકળી કોઈ જાણે બદામ! * * *

શું ભાગ્ય! (મિશ્ર-સોનેટ) આકાશને ઝુમ્મર કો મઢેલા તારા કશી તારી અપૂર્વ આભા જે સ્વર્ગની સુંદરતા બનીને રેલી રહે તેજલ રશ્મિધારા પૃથ્વી થકી કેટલું ઉચ્ચ આસન બિરાજવાને યુગના યુગોથી અમાસમાં યે અદકો પ્રકાશ શું ભાગ્ય તારા તવ તેજવંત કહું અરે ત્યાં અહીં શું નિહાળું જડાયલા પાય ઉખેડી દૈને તું ઊડવા મુક્ત મથંત વ્યર્થ વ્યથાથી ઈર્ષ્યાભરી આંખડીએ નિહાળતો મસ્ત ઊડી રહેલા પૃથ્વીપટે કોઈક આગિયાને! * * *

દ્‌હાડે ય રાત્રિ! ‘રંગો ગુલાબી મધુરા અવ નીલ લાગે સોનેરી તેજઝરણે પણ શ્યામ જાગે ઘેરી ઉદાસી જગમાં સઘળે છવાયે દ્હાડે ય હું તારા-શશી-રહિત રાત્રિ નિહાળું... ?’ ‘...હાયે તારા દુઃખે ઈહ જગ લહે ગ્લાનિઘેર્યું, તું શાથી?’ ‘ના, ના, હું તો નીરખું સહુ ગોગલ્સના કાચમાંથી!’

-ગીતા પરીખ

[પાછળ]     [ટોચ]