[પાછળ] |
કાગડાઓએ વાત માંડી કાગડાઓએ વાત માંડી પણ સુણનારાનાં સાંસાં નીંદમાં હોલો ટાપસી પૂરે બગલો ખાય બગાસાં ચકલીઓએ ચીડિયા કર્યાં રોષમાં બોલ્યો મોર વાર છે હજી ઊંઘવા દો ને પાછલી રાતને પ્હોર પારેવડાંએ ચાંચ મારી ને ખેંચી કિરણ દોર હંસલાઓએ હાર ગૂંથ્યો ને તેડવા ચાલ્યા ભોર મરઘો મુલ્લાં બાંગ પુકારે જાગજો રે સહુ લોક બંદગી કરે બતક ઝૂકી કોયલ બોલે શ્લોક તીડ કૂદી કરતાલ બજાવે ભમરો છેડે બીન કંસારી મંજીર લઈને ભજનમાં તલ્લીન રાત ગઈ જ્યાં મૃત્યુ જેવી સહુનાં જાગ્યાં મન પ્રાણને પાછો દિન મળ્યો છે દુનિયાને જીવન -નિનુ મઝુમદાર |
[પાછળ] [ટોચ] |