નેપુર તારાં રુમઝુમ વાગે
જૂઠી તે રીસની રાગે
નેપુર તારાં રુમઝુમ રુમઝુમ વાગે
રૂપાળવી
કામના હજાર કાંઈ બ્હાના કરીને
અહીં અમથી ન આવતી લાગે
જૂઠી તે રીસની રાગે
નેપુર તારાં રુમઝુમ રુમઝુમ વાગે
અમથી નજર વાળી લેતી ભલેને
રહે છણકાની રીત નહિ છાની
સાચા તે રૂપિયાની હોડ અમારી
જંઈ ઓછો ન સોળેસોળ આની
આવડો ફુંફાડો ન રાખિયે નકામ
એને નાનો ગોવાળિયો ય નાથે
જૂઠી તે રીસની રાગે
નેપુર તારાં રુમઝુમ રુમઝુમ વાગે
-રાજેન્દ્ર શાહ
|